RSS

બ્લોકનો ઉદેશ્ય :

“વિચારક્રાંતિ” આ બ્લોગમાં અધ્યાત્મકને જીવન જીવવાની કલાના સંદેશ રૂપમાં પ્રસ્તૃત કરવામાં આવે છે. આજની વાસ્તવિકતા જોતાં આજે કરવા યોગ્ય કામ એક જ છે – લોકમાનસની શુધ્ધિકરણ. આનું જ બીજું નામ “વિચારક્રાંતિ” છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાનયજ્ઞ કહે છે.

“વિચારક્રાંતિ” સમયની સૌથી મોટી માંગ છે. જનમાનસનો સુધાર કર્યા વગર તે કશું જ સંભવી ન શકે, જે ભવિષ્યનાં સંબધમાં વિચાર્યુ, ઇચ્છ્યું અને નિર્ધારિત કરવામાં આવ્યું હોય. સમસ્ત સમસ્યાઓની જડ એક જ કેન્દ્ર પર કેન્દ્રિત છે, દુર્બુધ્ધિ, દુર્ગતિ માટે મનુષ્ય જ પુરી રીતે જવાબદાર છે, જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આધસ્થંભ પરમપૂજય ગુરુજી શ્રીરામ શર્મા આચાર્ય એક વ્યક્તિ નહિ, વિચાર છે. તેમના ક્રાંતિકારી ચિંતનને લોકો સુધી પહોચાડવા પ્રયત્ન કર્યો છે. તેમાંથી જન જનને વૈવિધ્ય્પુર્ણ જાણકારી મળશે, આજે જે દુ:ખ ચારે બાજુ વ્યાપેલું છે, બેચેની છે, તનાવ છે, તેનું મુળ કારણ છે, ‘અજ્ઞાન’ તે અજ્ઞાનને હટાવીને સદ્જ્ઞાનની સ્થાપના કરવી, ભ્રમમાંથી ઉગારીને વિવેકને પ્રતિષ્ઠિત કરવો જ આ બ્લોકનો ઉદેશ્ય છે. આ બ્લોગ આપને કેવો લાગ્યો તે અવશ્ય જણાવશો. આપના અમુલ્ય અભિપ્રાયો સદા આવકાર્ય રહેશે

કાંતિલાલ જી. કરશાલા.

email : karshalakg@gmail.com.

 

Comments are closed.

 
Follow

Get every new post delivered to your Inbox.