વિચાર ક્રાંતિ અભિયાન

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં..

Archive for the ‘સુવિચાર’ Category

હિમ્મત ન હારો – પીડીએફ ફાઈલ

without comments

 

 

વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીએ

ઋષિઓનાં સનાતન જીવનસુત્રોને વર્તમાન યુગને અનુરૂપ

વ્યાવહારિક સ્વરૂપે રજૂ કર્યા છે.

 

View this document on Scribd

 

 

 

Written by KANTILAL KARSHALA

26/03/09 at 9:26 am

સુવિચાર :

without comments

સુવિચાર

Written by KANTILAL KARSHALA

02/03/09 at 1:15 am

સુવિચાર :

without comments

સુવિચાર :

 

સાચું બોલવાનો ફાયદોએ છે કે

યાદ રાખવું પડતું નથી કે

તમે કયાં, કયારે અને

કોને શું કહ્યું હતું ?

 

Written by KANTILAL KARSHALA

27/02/09 at 12:16 am

સુવિચાર :-

without comments

આજનું ચિંતન

ચરિત્રનું રક્ષણ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.

ધન તો આવે છે અને ચાલયું જાય છે.

ધનથી રહિત મનુષ્યનો નાશ થતો નથી,

પરંતુ ચરિત્રહીન મનુષ્યનો

સંપૂર્ણ વિનાશ થઈ જાય છે.

Written by KANTILAL KARSHALA

05/02/09 at 11:28 pm

સુવિચાર :

without comments

આજનું ચિંતન

જો કોઈને કાંઈક આપવાની ઈચ્છા હોય અને

તે આપી શકાય, તો તે

સૌથી ઉત્તમ ઉપહાર

આત્મવિશ્વાસ જગાડી દે

તેવું પ્રોત્સાહન જ હોઈ શકે.

Written by KANTILAL KARSHALA

22/01/09 at 12:24 am

સુવિચાર :

without comments

આજનું ચિંતન

આ દુનિયામાં દરેક વસ્તુ કિંમત

ચૂકવીને મેળવી શકાય છે.

આ જગતનો આ જ નિયમ છે.

સફળતાઓ પણ ઉત્કૃષ્ટ મનોભૂમિ અને

આત્મબળના મૂલ્યથી પ્રાપ્તકરી શકાય છે.

જો આ સાધનો પોતાની પાસે ન હોય,

તો પછી મોટી મોટી આશાઓ અને

આકાંક્ષાઓ રાખવી નિરર્થક છે.

Written by KANTILAL KARSHALA

19/01/09 at 10:04 am

જ્ઞાન જ્યોત

without comments

આજનું ચિંતન :-

 

     સંસારમાં બૂરાઈઓ એટલા માટે વધી રહી છે કે ખરાબ વ્યક્તિઓ પોતાના ખરાબ આચરણ દ્વારા બીજાઓને નક્કર શિક્ષણ આપે છે. તેમને જોઈને એવું અનુમાન કરવામાં આવે છે કે તે કામમાં તેમની નિષ્ઠા કેટલી ઊંડી છે. જ્યારે સદવિચારોના પ્રચારકો તે પ્રમાણેનાં ઉદાહરણ પોતાના જીવન દ્વારા રજૂ કરી શકતા નથી. તેઓ કહે છે તો ઘણુંબધું, પરંતુ એવું કાંઈ જ કરતા નથી, જેનાથી તેમની નિષ્ઠાની સચ્ચાઈ દેખાય.

Written by KANTILAL KARSHALA

11/01/09 at 9:35 pm

જ્ઞાન જ્યોત

without comments

આજનું ચિંતન :-

 

નામ અને યશની ઈચ્છાથી

દૂર રહેનારા, પ્રતિષ્ઠા, પદ અને

ખ્યાતિથી અલિપ્ત રહેનારા

સાચા લોકસેવકો સાચે જ

આ ધરતીના દેવદૂત કહેવાય છે.

Written by KANTILAL KARSHALA

11/01/09 at 9:33 pm

જ્ઞાન જ્યોત

without comments

આજનું ચિંતન :-

 

કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની

સૌથી મોટી નબળાઈ

તેના નાગરિકોની આત્મિક દુર્બળતા

જ્યાં હશે ત્યાં બધાં જ સાધનો હોવા છતાં પણ

શોક, સંતાપ, ક્લેશ, ક્લહ, અભાવ અને

દરિદ્રતાનું જ વાતાવરણ રહેશે.

Written by KANTILAL KARSHALA

11/01/09 at 9:32 pm

જ્ઞાન જ્યોત

without comments

આજનું ચિંતન :-

      

        જયાં ફકત વિચાર છે અથવા ફકત ક્રિયા છે અથવા બંનેનો અભાવ છે તે વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર ઉન્નત થઈ શકતાં નથી, મોટા મોટા ઉપદેશ, વ્યાખ્યાન, લેખો વગેરેનો સમાજ પર પ્રભાવ પડે છે, પરંતુ તે ક્ષણિક હોય છે. કોઈપણ ભાવિ ક્રાંતિ, સુધારો, રચનાત્મક કાર્યક્રમ વગેરે માટે શરૂઆતમાં વિચારો જ આપવા પડે છે, પરંતુ સક્રિયતા અને વ્યવહારનો સ્પર્શ થયા વિના તેમનું કાયમી અને મૂર્તરૂપ જોવા મળતું નથી.

Written by KANTILAL KARSHALA

11/01/09 at 9:31 pm