પરિચય :-
શ્રી વેદમાતા ગાયત્રીની કૃપા અને પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી આ બ્લોગ બનાવવામાં મને મારા ભાવનગરના મિત્ર શ્રી નવીનભાઈનો સાથ અને સહકાર તથા માર્ગદર્શન મળ્યાં છે. અને આ સૌને લીધે જ આ બ્લોગ હું આજે પ્રસ્થાપિત કરી રહ્યો છું.
ઘણા સમયથી મારી જે ઈચ્છા હતી તે મુજબ શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના ‘વિચારક્રાંતિ‘ નામક સાહિત્ય–સાગરમાંથી,ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને આ બ્લોગમાં સંકલિત કર્યા છે.
મારો પરિચય :
મારું નામઃ કાંતિલાલ ગોકળભાઇ કરશાળા,
જ્ઞાતિ : ગુર્જર સુથાર, (મિસ્ત્રી),
નિવાસઃ ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી,જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ.
સંપર્ક : karshalakg@gmail.com.
કાર્યક્ષેત્રઃ સિંચાઇ વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી/અંગ્રેજી).
મુખ્ય પ્રવૃતિ :
1/ ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુરમાં પ.પૂ ગુરુદેવના સાહિત્યના પ્રચાર–પ્રસારમાં સક્રીય કાર્યકર છું, ગુરુદેવના વિચારોને મનસા,વાચા, કર્મણા અપનાવવામાં મારુ જીવન સમર્પિત છે.
2/ મારા શરીરમાં સૂક્ષ્મ રૂપે કણકણમાં રહેલ શક્તિનો સંચાર યાને રકતસંચાર થઈ રહ્યાની અનુભૂતિ તથા એ ‘રકત‘ની જ આહૂતિ આ જીવનયજ્ઞમાં અપાઈ રહી હોવાનું ગૌરવ હું અનુભવુ છું.
સ્વૈચ્છિક રક્તદાન, આ યુગનું મહાદાન છે. ‘રકતદાન યજ્ઞ‘માં મારી ભાગીદારી અવશ્ય હોય છે. હું યજમાન છુ, અને દર ત્રણ માસે આ રકતરૂપી આહૂતિથી કોઈ માનવ જીવનને જીવનદાન મળે છે.
જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ“વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ બ્લોગમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.

