RSS

માતાનો પ્રભાવ

14 Apr

 

માતાનો પ્રભાવ

માતા સ્નેહની સાક્ષાત્ મૂર્તિ છે. તેની ભાવનાઓ અને ધાવણ ધવડાવવી વખતની આકાંક્ષાઓથી આપણા મનોજગતનું નિર્માણ થાય છે. માતા બાળપણમાં જેવી વાર્તાઓ, આપવીતી, ટુચકા અથવા બીજી વાતો સંભળાવ્યા કરે છે તે બાળકના અંત: પ્રદેશમાં પ્રવેશીની ગ્રંથિઓનું નિર્માણ કરે છે. માતાનાં હાલરડાં વિશેષ પ્રભાવશાળી હોય છે. બાળક અર્ધનિદ્રામાં નિમગ્ન રહે છે. માતા હાલરડું ગાતાં ગાતાં એને સુવડાવે છે. આ એક પ્રકારની આત્મપ્રેરણા છે, જે ધીરે ધીરે એના નિર્માણ થઈ રહેલા ગુપ્ત મન પર પ્રભાવ પાડે છે. એનાથી એનું મન: સંસ્થાન ઘડાય છે. માતાની પૂજા એક એવું આધ્યાત્મિક સાધન છે કે જેનાથી મનને શાંતિ મળે છે. માતા પણ પુત્રને એટલી માત્રામાં નમાવે છે કે જ્યાં સુધી તેના અહં ને ઠેસ ન લાગે. તે પુત્ર માટે મહાન ત્યાગ કરવા તત્પર રહે છે, પછી પુત્ર માટે તે જે કંઈ પણ કરે છે તે ઓછું જ ગણાશે.

પંડિત રામચંદ્ર શુક્લનો મત શ્રેષ્ઠ છે. તેઓ લખે છે માતાપિતાના ત્યાગનું તેમના બહોળા અનુભવનું, એમના દુ:ખોનું જે પુત્રે માટે વેઠયાં છે તેનું પુત્રે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. પુત્રે પિતાના સ્વાભાવિક વડપણનો સ્નેહપૂર્વક મુકત મનથી સ્વીકાર કરવો જોઈએ. ઘણાખરા એવા પુત્રો હોય છે કે જે સાવ ખરાબ, ભ્રમિત અને સ્નેહશૂન્ય તો હોતા નથી પરંતુ તેઓ પોતાના પિતા સાથે માન-મર્યાદાનો ભાવ છોડી દઈને એવા પ્રકારનો હળવા-મળવાનો વ્યવહાર રાખે છે કે જાણે તે એનો ઘનિષ્ટ સગો (સ્નેહી) હોય. તેઓ તેની સાથે ચાલુ બજારુ ભાષામાં વાતચીત કરે છે અને એટલું સન્માન પણ નથી બતાવતા કે જેટલું એક અજાણ્યા માણસ પ્રત્યે બતાવે છે. આ બેઅદમી તિરસ્કાર કરતાં પણ ભૂંડી છે.

 

 

About KANTILAL KARSHALA

JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Tags:

One Response to માતાનો પ્રભાવ

  1. pragnaju

    16/04/09 at 9:58 am

    દાદા ધર્માધિકારીનું ‘વિચાર ક્રાંતિ’ પુસ્તકની યાદ આપી
    આપના આ અભિયાન બદલ-”પંડિત રામચંદ્ર શુક્લનો મત શ્રેષ્ઠ છે. તેઓ લખે છે – “માતાપિતાના ત્યાગનું તેમના બહોળા અનુભવનું, એમના દુ:ખોનું જે પુત્રે માટે વેઠયાં છે તેનું પુત્રે હંમેશા ધ્યાન રાખવું જોઈએ.”
    ધન્યવાદ્

     

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.